જો તમે હમણા છેલ્લા ચાર-પાંચ વર્ષના (દરેક ધોરણ/શાખાના) પરિણામ ધ્યાનથી જોશો, તો તમને સમજાશે કે હમણાથી દર વખતે ટોચના વિદ્યાથીઓમાં છોકરા કરતા છોકરીઓની સંખ્યા વધુ હોય છે.
વિશ્વાસ નથી આવતો?? તો નીચેની લીન્કની મુલાકાત લો.
હું વિચારતો હતો કે આના પાછળ શું કારણ હોય શકે?
મારા મત મુજબ, તેના બે(૨) કારણ હોય શકે.
૧) છોકરાઓ મહેનત નથી કરતા
૨) છોકરીઓ વધારે સજાગ છે તેમના કેરીઅર માટે
તમને શું લાગે છે? હું તમારા જવાબની રાહ જોવું છું.




8 responses to “કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ?”
S.S Rathod
મે 28th, 2010 at 15:20
બોસ,હોટલમાં રસોઈ પુરુષ જ બનાવે છે,તે રસોઈ લોકો આંગળી ચાટી-ચાટીને ખાતા હોય છે..કેમ ?
Hiren Barbhaya
મે 28th, 2010 at 16:01
(મેં આ લેખ અહી ભણતર માટે લખ્યો છે)
પણ લો રાઠોડભાઈએ તો બીજો મુદ્દો ઉઠાવ્યો:
લાગે છે કે, પુરુષોને અત્યારે સ્ત્રીઓના કામમાં મહારત કરવામાં મજા આવે છે અને છોકરીઓને પુરુષોના કામમાં મહારત કરવામાં.
hirenantani
મે 29th, 2010 at 12:30
Hi,
I am also a Hiren from Vadodara.
અશોક મોઢવાડીયા
મે 29th, 2010 at 16:30
હીરેનભાઇ, સવાલ વિચારવા યોગ્ય છે. મેં થોડું વિચાર્યું તે નમ્રતાપૂર્વક અહીં રજુ કરીશ.
* છોકરીઓમાં સ્વભાવગત રીતે જ ચોક્કસાઇથી કાર્ય કરવાનું વલણ હોય છે. (પછી તે ઘરકામ હોય કે અભ્યાસ)
* કિશોરાવસ્થામાં (ટિનએજમાં) છોકરાઓનું ધ્યાન મોજશોખ કે રમતગમત કે રખડપટ્ટી તરફ વધુ ખેંચાય છે, જ્યારે છોકરીઓ કુદરતી શરમાળપણું કે ઘર-સમાજનાં અમુક બંધનોને કારણે વાંચન-અભ્યાસ તરફ વધુ સમય ફાળવે છે.
* એક એવું પણ અંગત તારણ મળ્યું છે કે, મા-બાપ છોકરાઓને, તેના ભવિષ્યની ચિંતાને કારણે, અભ્યાસમાં અવ્વલ આવવા માટે વધુ દબાણ કરે છે. અને આ દબાણથી ચિંતીત થઇ ઉલ્ટું છોકરાઓ અભ્યાસ બગાડે છે.
* એક કારણ એ પણ જણાયું છે કે હવે છોકરી સારૂં ભણેલ હશે તો સારો વર અને ઘર મળશે, આથી છોકરીઓના અભ્યાસને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે.
* અને અંતે, સમાજ હવે છોકરીઓ પ્રત્યે, તેમના અભ્યાસ અને કારકિર્દિ પ્રત્યે વધુ ધ્યાન આપતો થયો છે, જેનાથી દિકરીઓ માટે અભ્યાસની તકો અને સંસાધનો વધ્યા છે.
હજુ અન્ય કારણો પણ હશે જ. મારા ધ્યાને આટલા છે. આભાર.
rajeshpadaya
June 10th, 2010 at 20:21
આ પણ સરસ મુદ્દ્દો છે. ચાલો આમાં પણ માથુ મારી લઉ !!
મારા મતે તો આ ભણતર એ ફક્ત છોકરીઓનુ કામ છે. કેમ કે ભણવા માટૅ મન શાંત જોઈએ, એકાગ્રતા જોઈએ, જે મુળે તો સ્ત્રીઓના સ્વભાવમાં ગુંથાયેલુ તો હોય જ છે છોકરાઓ પણ ભણે છે હો. એ સિવાય આપણા વખતમાં છોકરીઓને ઘરની બહાર જવાની છુટ નથી હોતી. કોઈ છોકરી રાતના ૧૧ વાગે બોરીવલી સ્ટેશનથી ડોન બોસ્કો સુધી ચાલીને, મ્હાલતા મ્હાલતા, બેફીકર થઈને જતા મે આજ સુધી જોઈ નથી. કેમ કે એમને સ્વાભાવિક રીતે ૯-૧૦ પછી એકલા ૧૦-૨૦ કે વધુ કિલોમીટર એકલા પ્રવાસ કરી જ ના શકે. પુરુષ ગમે ત્યાં, ગમે તે વખતે જઈ શકે, સ્ત્રીઓ નહિ, હા સ્ત્રી ફક્ત મા બની શકે જે પુરુષ ક્યારેય પણ ના બની શકે. એ સિવાય અન્ય સર્વ બાબતોમાં સ્ત્રીઓ પુરુષોની પછી જ આવે, ભણવામાં અવ્વલ આવવાથી જીવનમાં અવ્વલ આવવાનુ કોઈ બંધાણ (સર્ટીફિકેટ) નથી. સ્ત્રીઓને મજબુતી ફક્ત આપણા ન્યાય મંદિરે આપી છે, સ્ત્રીઓ પોતે સુરક્ષીત નથી રહિ શકતી. એને પુરુષોનો સહારો કોઈ ને કોઈ રીતે લેવો તો પડે જ પડે, પછી ભલે એને દિકરો હોય, ભાઈ હોય, પતિ હોય કે પિતા હોય, નહિ તો ગુરુ કે દોસ્ત તો હોય જ છે ને.
Rajni Agravat
July 10th, 2010 at 17:58
આ જ સવાલ મને પણ સળવળ્યો હતો .લો જુવો
http://rajniagravat.wordpress.com/2009/12/15/why_so-2/
jjkishor
January 10th, 2012 at 07:34
અશોકભાઈએ બતાવેલા ત્રીજા મુદ્દામાં તો શીક્ષણજગતની એક મોટી સમસ્યા પણ વણાઈ ગઈ છે !!
હવે જોકે આ સમસ્યા, સમસ્યા જ રહી નથી. કદાચ હવે પ્રવાહ અવળો થયો છે. બ્બ્રાહ્મણ જ્ઞાતીમાં હવે ભણેલા છોકરા શોધવાનો વીષય બન્યા છે. અન્ય જ્ઞાતીઓમાં પણ છોકરીઓના મફત શીક્ષણ પછી તેમણે તકોનો વધુમાં વધુ લાભ લીધો છે.
સરસ ચર્ચા છેડી છે.
Gadhia Hasmukhbhai B.
February 11th, 2012 at 19:00
chhokari khub shanti thi vichari shake chhe, chhokaro swbhav thi j chanchal hoy chhe.
chhokari potana bhavi vishe savdhani varte chhe,chhokara ne khas chinta hoti nathi.
5 Trackbacks / Pingbacks
કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ? | indiarrs.net Featured blogs from INDIA. મે 29th, 2010 at 03:02
[...] Author: WordPress.com Top Posts [...]
છોકરોકેછોકરી!! « Rajeshpadaya's Blog June 10th, 2010 at 22:33
[...] છે. ચાલો આમાં પણ માથુ મારી લઉ !! ભાઈ શ્રી હિરેન બારભાયાના એક ઉત્તમ લેખ “કોણ વધુ હોંશિયાર, [...]
મારા પ્રતિભાવો – કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ? (via હિરેન બારભાયાની ડાયરી) | વાંચનયાત્રા January 9th, 2012 at 13:12
[...] મારા પ્રતિભાવો – કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ? (via હિરેન બારભાયાની ડાયરી) Posted on January 9, 2012 | Leave a comment જો તમે હમણા છેલ્લા ચાર-પાંચ વર્ષના (દરેક ધોરણ/શાખાના) પરિણામ ધ્યાનથી જોશો, તો તમને સમજાશે…… વધુ વાંચો [...]
મારા પ્રતિભાવો – કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ? (via હિરેન બારભાયાની ડાયરી) | વાંચનયાત્રા January 9th, 2012 at 13:12
[...] (મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.) [...]
મારા પ્રતિભાવો – કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ ? (via હિરેન બારભાયાની ડાયરી) | વાંચનયાત્રા January 16th, 2012 at 13:25
[...] મારા પ્રતિભાવો – કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ ? (via હિરેન બારભાયાની ડાયરી) Posted on January 9, 2012 | Leave a comment જો તમે હમણા છેલ્લા ચાર-પાંચ વર્ષના (દરેક ધોરણ/શાખાના) પરિણામ ધ્યાનથી જોશો, તો તમને સમજાશે…… વધુ વાંચો [...]