આજની જોક

એક બેવફાની યાદમાં મેં જામ ઉઠાવી લીધો,
.
.
.
.
પછી લગાવ્યો બ્રેડ પર અને ફટાફટ ખાઈ ગયો.
શિખામણ: બધા આશિક દારૂડિયા(બેવડા) નથી હોતા, થોડા ભૂખ્યા પણ હોય છે. :)

નોંધ: આ એસએમએસનું મેં હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરેલ છે.

અંતમાં એક વિચારવાલાયક વાત:
“સંબંધનો સૌથી નબળો ભાગ તેને કહેવાય… જયારે એક માણસે પોતાનો વિશ્વાસ સાબિત કરવા માટે ખુલાસો (સ્પષ્ટીકરણ) કરવો પડે”.

સન્તા-બન્તા અને અન્ના

સન્તા – એમબીએનું આખું નામ શું છે?

બન્તા – તને આટલું પણ નથી ખબર?? ડોબો છે તું તો ડોબો!!!

એમબીએ તો અત્યારે બહુ જ પ્રસિદ્ધ છે…

એમબીએ મતલબ “મૈં ભી અન્ના” :)

M – Main
B – Bhi
A – Anna

અન્ના જોક

હમણાં ઘણા સમયથી અન્ના જે રીતે લાઈમલાઈટમાં છે તે જોતા તેમની પણ રજનીકાંત અને સીઆઈડીની જેમ એસએમએસની વણજાર લાગે તો નવાઈ નહિ…

ચાલો આપણે અન્નાનો આવો જ એક એસએમએસ માણીએ.

ભક્ત: ” હે ભગવાન… પ્રમોશન કરાવી આપો. હું એકાવન (૫૧) રૂપિયાનો ભોગ(પ્રસાદ) તમારા ચરણોમાં ચઢાવીશ”
ભગવાન: “પાગલ મને મરાવીશ કે શું? અન્ના જોઈ રહ્યા છે”. :)

Follow

Get every new post delivered to your Inbox.

Join 168 other followers