હજુ માંડ એક અઠવાડિયા પહેલા આઈપીએલ-૩ પૂરી થઈ અને હવે આજથી ૨૦-૨૦ વિશ્વકપ ચાલુ થશે. આ વિશ્વકપમાં ૧૨ ટીમો ભાગ લેવાની છે અને વિશ્વકપની વધારે માહિતી માટે તમે ક્રિકેટ સાઈટની  મુલાકાત લઇ શકો છો.

આમ તો મુખ્ય આઠ ટીમ જ આગળ વધશે અને બાકીની ચાર કમજોર ટીમો તો બહાર થઈ જશે.

અને મારા મત મુજબ ઇન્ડિયા, ઔસ્ત્રેલિયા અને સાઉથ આફ્રિકા મજબૂત દાવેદાર છે.

પણ સવાલ અહિયાં હવે એ છે કે ક્રિકેટ ૨૦-૨૦ વિશ્વ કપ કોણ જીતશે અને કોના દમ પર જીતશે?

ઇન્ડિયા માટે રૈના, ધોની અને યુસુફ
ઔસ્ત્રેલિયા માટે બોલીન્જર, નેન્ન્સ અને હસ્સી
સાઉથ આફ્રિકા માટે કાલ્લીસ, સ્ટેન અને મોર્કેલ

હું તમારા જવાબોની રાહ જોવું છું.

Advertisements