હું વિચારતો હતો કે આપને ઘણા દિવસો ઉજવતા હોઈએ છે પણ મોટા ભાગે એની પાછળ ની  હિસ્ટરી ખબર નથી હોતી.

હવે કોઈકે તો તપાસ કરવી જ પડે, એટલે મેં જ સ્વેચ્છા એ જવાબદારી સ્વીકારી લીધી. 🙂

મેં ઇન્ટરનેટ પર ઘણું સોઘ્યું કે આ દિવસ ઉજવાનો શરુ ક્યારે અને કેવી થયો અને મારા મત મુજબ એની હિસ્ટરી નીચે પ્રમાણે છે:

સાલ ૧૫૮૨ અથવા ૧૫૬૨ માં , પોપ ગ્રેગોરી ૮ એ જુનું કેલેન્ડર (ધ જુલિયન કેલેન્ડર) ને બદલી ને  નવું કેલેન્ડર (ધ ગ્રેગોરિયન કેલેન્ડર) અમલ માં મુક્યું.
નવા કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ નો દિવસ પહેલી જાન્યુઆરી આવતો હતો.

તે વર્ષે  ફ્રાન્સે આ નવું કેલેન્ડર અપનાવી લીધું અને નવું વર્ષ પહેલી જાન્યુઆરી સ્વીકારી લીધું.

મોટા ભાગ ના સમજવા પ્રમાણે, ઘણા લોકોએ ક્યાંતો નવી તારીખ નો સ્વીકાર ના કર્યો અથવા તો એ લોકો ને આ તારીખ યાદ ના રહી, અને તે લોકોએ નવા વર્ષની ઉજવણી પહેલી એપ્રિલે જ ચાલુ રાખી.

બીજા લોકોએ આ પ્રથા ની મજાક ઉડાવા ની શરૂઆત કરી, તેમને ઉલ્લુ બનવાની શરૂઆત કરી અથવા તો તેમની મજાક ઉડાડવામાં આવી.

આ પ્રમાણે આ પ્રથા આખા યુરોપ માં ફેલાઈ ગઈઅને હવે તો આખી દુનિયા એને શોખ થી મનાવે છે.

Advertisements