આ વાત આજથી લગભગ ૨૦ વર્ષ પહેલાની છે

એક છોકરાની એક છોકરી સાથે જાન્યુઆરીમાં સગાઇ થાય છે અને આ એક એર્રેંજ લગ્ન હતા મતલબ કે એ બંને એક બીજાને સારી રીતે ઓળખાતા ન હતાઅને ત્યારે અત્યારે છે એવી મોબાઈલ ની સગવડ પણ ન હતી એટલે તેમની માટે એક બીજા ને જાણવા નો એક માત્ર રસ્તો હતો એ પત્ર (LETTER).

બંને જણા એકબીજા થી લગભગ ૮૦-૧૦૦ કિલોમીટર દુર રહેતા હતા એટલે વધારે મળી પણ ના શકાય અને પહેલા લોકો ફોરવર્ડ નહોતા કે મળવા ની છૂટ આપે એટલે બંને એક બીજા ને પત્ર લખી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એક અઠવાડિયા માં બે-ત્રણ પત્રો લખતા અને એક બીજા ને પોતાના ફેમીલી વિષે માહિતી આપતા.

હવે, આ સિલસિલો ચાલુ હતો અને માર્ચ મહિના નો અંત આવી રહ્યો હતો અને આવી રહી હતી પહેલી એપ્રિલ (૧ એપ્રિલ).
અચાનક છોકરાના દિમાગ માં એક કીડો સળવળે છે, એને થયું આની થી વધારે સારો મને નહિ મળે બધા સાથે ફ્રેન્ડલી થવાનો અને બધાને પોતાના હસમુખા (ફન્ની) સ્વભાવ નો.

એટલે એ એક પત્ર લખે છે છોકરી ને પોતાના નામ થી નહિ પરંતુ બીજી એક છોકરીના નામ (કાલ્પનિક)  થી. પત્ર માં લખ્યું હોય છે
“મને ખબર પડી છે કે તમારી આ છોકરા સાથે સગાઇ થઈ છે, પણ લાગે છે તમને ખબર નથી કે હું એને બહું પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે પરંતુ તેના પપ્પા ના દબાવ ના લીધે એને તમારી સાથે સગાઇ કરી છે. મારી તમને નમ્ર વિંનતી છે કે તમે સામે થી એ છોકરા સાથે ની સગાઇ તોડી નાખો.”

આટલું તો બસ થઈ ગયું 🙂

આ પત્ર વાચતા જ છોકરી ના હોશકોશ ઉડી જાય છે અને એ રડવા માંડે છે અને આ એની મમ્મી જોઈ જાય છે એટલે આખા ઘર માં વાત ની ખબર પડી જાય છે. (અને જો તમે ગુજરાતી માનસિકતા જાણતા હશો તો મારે કહેવાની જરૂર નથી કે આગળ શું થયું હશે તે છતાં આગળ વાંચો)

ઘર ના બધા વડીલો ભેગા થાય છે અને ઘર નું વાતાવરણ એકદમ ગંભીર થઈ જાય છે અને બધા વિચારે છે કે આવી પડેલી મુસીબત તો સામનો કેવી રીતે કરું.

બધા વિચારી રહ્યા છે કે છોકરા ને જ સીધું પૂછવું કે પછી વડીલો ને ભેગા કરવા અને એટલામાં બધાના આશ્ચર્ય વચ્ચે છોકરાની પધરામણી થઈ છે.
બધા એકબીજાનું મોઢું જોવે છે કે શું કરવું હવે? ભાવી જમાઈ(જેના પર હવે ઘણા પ્રશ્નાર્થ) ઘર આંગણે આવ્યા છે તો હવે સ્વાગત કરવું કે નહિ?

અને આ બાજુ છોકરાને બધી ખબર છે કે એ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે અને કેમ વાતાવરણ આટલું તંગ છે, તે છતાં એ થોડી વાર શાંતિ થી ત્યાં ઉભો રહે છે પછી એને લાગ્યું કે હવે બાજી સંભાળી લેવી જોઈએ એટલે એ જોર જોર થી હસવા માંડે છે અને સામે પક્ષે બધા એકદમ સ્તબ્ધ!!

પછી, એ બધા ને માત્ર એક જ સવાલ પૂછે છે…. આજે કઈ તારીખ છે??? 🙂
બસ, પછી તો હાસ્ય ની છોળો ઉડે છે અને બધા વિચારે છે કે આપડે આટલા બધા હતા તો પણ કોઈને કેમ આવું સુજ્યું નહિ કે આ મજાક હશે…

(આ એક સત્ય ઘટના છે)

Advertisements