બોલિવૂડના કિંગખાન અને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક શાહરુખ ખાન પોતાની ટીમ જીતે તો સ્ટેડિયમમાં નગ્ન ડાન્સ કરીને ઉજવણી કરશે તેવી જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલની બન્ને સિઝનમાં ખરાબ દેખાવ કર્યો હતો અને ટીમ એકપણ વખત સેમિફાઈનલમાં પહોંચી શકી નથી. તેથી આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરુખ ખાને આશ્ચર્યજનક જાહેરાત કરી છે.

કોલકાતાના કિંગ્સ ઈલેવન સામેના પરાજય બાદ પાર્ટીમાં શાહરુખ ખાને જાહેરાત કરી હતી કે મારી ટીમ આઈપીએલની ફાઈનલમાં વિજેતા બનશે તો ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મમા ગીત ‘દર્દે ડિસ્કો ‘ ઉપર ડી વાય પાટીલ સ્ટેડિયમમાં નગ્ન ડાન્સ કરીશ. આ સાંભળીને હાજર રહેલા સભ્યો ચોંકી ગયા હતા.

શાહરુખ ખાનની આ જાહેરાતને કારણે ચર્ચાનો વિષય બની ગયો છે. જો કે બોલિવૂડ કિંગખાનને નગ્ન કરવો કે નહીં તે તો તેની ટીમ જ નક્કી કરશે.

(સ્ત્રોત : સંદેશ છાપું)

Advertisements