મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની ૩૭મી વર્ષગાંઠ ૨૪ એપ્રિલે આવશે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સચિન તેંડુલકરની વર્ષગાંઠને ‘વર્લ્ડ ક્રિકેટ ડે’ તરીકે ઉજવણી કરવા વિચારણા કરી રહ્યું છે. હજી સુધી આ અંગેનો અંતિમ નિર્ણય લેવાયો નથી.

આ મહિનાના અંત સુધીમાં શરદ પવાર આઇસીસીના પ્રમુખ બનવાની સંભાળવાના છે અને શરદ પવારના ઇશારે જ સચિન તેંડુલકરની વર્ષગાંઠને દર વર્ષે વર્લ્ડ ક્રિકેટ ડે ઉજવવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે.

સચિને ટેસ્ટમાં ૧૩૪૪૭ અને વન-ડેમાં ૧૭૫૯૮ રન કર્યા છે. હાલ ક્રિકેટના ૫૦થી વધુ રેકોર્ડ સચિનને નામે છે. આ વર્ષે સચિને પોતાની કારકિર્દીમાં સિદ્ધિનું વધુ છોગું ઉમેરતાં વન-ડેમાં બેવડી સદી ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

( સ્ત્રોત : ગુજરાત સમાચાર છાપું )

Advertisements