લોકપ્રિય બનેલા ટીવી કાર્યક્રમ ‘કોન બનેગા કરોડપતિ’ની ચોથી આવૃતિમાં હૉસ્ટ તરીકે બોલીવૂડનો અભિનેતા આમિર ખાન જોવા મળે તેવી શક્યતા છે.

મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનને હૉસ્ટ તરીકે લઇ ચુકેલા આ કાર્યક્રમની આગામી આવૃતિ માટે આમિર ખાનનો સંપર્ક કરાયો હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે.

કેબીસીનું આ અગાઉ બે ‘ધુરંધરો’ દ્વારા સંચાલન થઇ ચુક્યું છે ત્યારે હવે આમિર ખાન આ કાર્યક્રમનો હૉસ્ટ બનીને બિનજરૃરી સરખામણી કરાવાની બાબતમાં પડવા માગતો ન હોવાનું સૂત્રોનું માનવું છે.

દરમિયાન આમિર ખાને કેબીસી-૪માં હૉસ્ટ બનવા અંગે કાંઇ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું ત્યારે તેના પ્રવકતાએ પણ ખાનના નિર્ણય અંગે કોઇ ફોડ પાડયો નથી જેના પગલે આમિર ખાન આ કાર્યક્રમના હૉસ્ટ તરીકે દર્શકો સુધી પહોંચશે કે કેમ તે અંગેનું રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે.

( સ્ત્રોત : ગુજરાત સમાચાર છાપું )

Advertisements