ઉનાળો

હું છેલા ૫ વર્ષથી મુંબઈમાં રહું છું એટલે મને ગરમી ની આદત નથી રહી.

જયારે પણ હું વાચું છું કે ગુજરાતમાં ગરમી નું પ્રમાણ વધી રહ્યું છે (> 40 C) ત્યારે એમ લાગે કે મુંબઈ સરસ છે જ્યાં નથી વધારે ઠંડી કે નથી વધારે ગરમી(=35 C) પણ અહિયાં જે બફારો થાઇ છે એની તો વાત જ ના પૂછો. જો તમારે બપોરે કોઈ કામ થી બહાર નીકળવાનું થયું તો સમજી લેવાનું કે તમે નાહી લેશો પરસેવાથી (Sweat Bath).

સાચું કહું તો  આ વર્ષે ગરમી ખરેખર વધી ગઈ છે અને હવે તો મુંબઈમાં પણ બપોરે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. (મારે તો વાંધો નથી આવતો કારણ કે હું તો એસી ઓફીસમાં બેસું છું 🙂 ).

હવે તો આઈસ્ક્રીમ અને બરફના ગોળાની ખરેખર જરૂર પડે છે અને મોડી સાંજે (રાતે) પણ ઘરમાં બફારો થાઈ છે એટલે બહાર લટાર મારવા નીકળવું પડે છે.

હવે તો આપણે જોવું જ રહ્યું કે આ ગ્લોબલ વોર્મિંગ ક્યાં જઈને અટકશે

Advertisements