Bandra-Worli_Sea_Link_from_Taj_Lands_End

મુંબઈમાં આમ તો ઘણા જોવા જેવા સ્થળો છે. પણ હવે એ બધામાં એક નવું નામ ઉમેરાયું છે અને તે છે “બાન્દ્રા વરલી સી લીન્ક”. (ઉપર દર્શાવેલ આકૃતિ (IMAGE) જયારે બાંધકામ ચાલુ હતું ત્યારની છે)

Bandra-Worli_Sea_Link_In_Mapબાન્દ્રા વરલી સી લીન્ક, પહેલા એનું નામ રાજીવ ગાંધી સી લીન્ક હતું, એ એક તારથી બંધાયેલો બ્રીજ છે જે બાન્દ્રાને વરલી તથા સેન્ટ્રલ મુંબઈને જોડે છે, અને આ પહેલો તબક્કો છે West Island Freeway માં. આ  પ્રોજેક્ટ રૂ.૧૬૦૦ કરોડના ખર્ચે મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મંડળ (MSRDC – Maharashtra State Road Development Corporation) એ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીની મદદથી પૂરો કર્યો.

આ બ્રીજનું ઉદ્ઘાટન કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ  ૩૦ જુન ૨૦૦૯ ના દિવસે કર્યું અને પછી તે આમ જનતા માટે ખુલ્લો મુકાયો . પહેલા (૮ માંથી) માત્ર ૪ લેન જ ખુલી મૂકી હતી અને પછી ૨૪ માર્ચ ૨૦૧૦માં બધી જ લેન વાપરવા માટે ખુલી મુકવામાં આવી.

નીચે દર્શાવેલ આકૃતિ (IMAGE) રાત્રીના સમયની ખુબસુરતી દર્શાવે છે

Bandra Worli Sea Link

વધુ માહિતી માટે વિકિપેડિયા (Wikipedia) અથવા વાપેડિયા(Wapedia.mobi)

આકૃતિ સ્ત્રોત: http://wapedia.mobi/en/Bandra-Worli_Sea_Link