ઉનાળો ચાલુ થઈ ગયો છે અને ઉનાળાની જો કોઈ વાત મને ગમતી હોય તો તે છે આ સમયમાં જ ફળોના રાજા ‘કેરી’ની પધરામણી થાય છે.

દરેક ફળોની કઈ ને કઈ ખૂબી હોય છે પણ કેરી સ્વાસ્થ્ય માટે ઘણી ગુણકારી છે (વધારે માહિતી માટે ગુજરાત સમાચારનો લેખ વાંચો) અને લોકો કેરીનો જુદાજુદા સ્વરૂપે ઉપયોગ પણ કરે છે

દાખલા તરીકે

  • રસ કાઢી ને (સાંભળીને  જ મોઢામાં પાણી આવી જાય!!!),
  • તેના ગોટલામાંથી ગોટલી કાઢી ને મુખવાસ તરીકે,
  • અથાણામાં (જે આખું વરસ કામ આવે),
  • કાચી કેરીનો બાફલો બનાવીને

અને આવા તો બીજા ઘણા ઉપયોગ હશે.