ખાણી-પીણીની વાત આવે અને ગુજરાતી પાછળ હોય એવું તો બને જ કેવી રીતે.

મારા મત મુજબ વડોદરા(જેની ગુજરાતના જાણીતા શહેરોમાં ગણતરી થાય છે અને જેને ‘સંસ્કાર નગરી’ની ઉપમા મળેલ છે )ની જાણીતી ખાણી-પીણીની જગ્યાઓનું લીસ્ટ નીચે પ્રમાણે છે (મને ખબર છે હું આખું લીસ્ટ તો નહિ બનાવી શકું પણ તે છતાં પ્રયત્ન કરું છું)

  • જગદીશની ભાખરવડી અને લીલો ચેવડો
  • મનમોહનના સમોસા
  • પ્યારેલાલની કચોરી
  • કેનેરા કોફ્ફી હાઉસનો પુના-મિસળ
  • મહાકાળી સેવ-ઉસળ
  • રૂમઝૂમની પાણીપૂરી
  • સંગમનો /મહાવીરનો આઈસ્ક્રીમ
  • ટેસ્ટી વડાપાવ
  • સરદારની /શિવસાગર હોટેલની / નાયલોન  પાવભાજી
  • સંકલ્પના ઢોસા


મને ઘણી ખુશી થશે જો તમે મને આ લીસ્ટ પૂરું કરવામાં મદદ કરશો, તમે તમારા તરફથી કોમેન્ટ દ્વારા આ લીસ્ટમાં ઉમેરો કરી શકો છો. 🙂

Advertisements