મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી, વડોદરાના રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના નામ પર છે, ભારતની નામચીન યુનીવર્સીટીમાંથી એક છે જે  ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં છે.  જે મ.સ.યુ. તરીકે પ્રસિદ્ધ છે. ૧૮૮૧માં આ કોલેજ બની હતી જે પહેલા ‘વડોદરા કોલેજ ઓફ સાયન્સ’ તરીકે ઓળખાતી હતી અને ૧૯૪૯ માં(ભારતની આઝાદી પછી) તે યુનીવર્સીટી બની.

મ.સ.યુ.ના સ્મરણ માત્રથી કેટલાય લોકો ખુશ થઈ જતા હશે  અને ઘણા લોકો પોતાની સફળતા માટે મ.સ.યુ.ને જશ આપતા હશે. વડોદરા અને તેની આજુ બાજુના વિસ્તારમાં ઘણા પરીવારો એવા મળી આવશે જેની પાંચમી પેઢી પણ મ.સ.યુ.ના વિધાર્થી જીવનને માણે  છે.

મ.સ.યુ.(મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી)ની વધારે જાણકારી માટે યુનીવર્સીટીની વેબસાઈટ અથવા વિકિપેડિયાની મુલાકાત લો.

આમ તો હું વડોદરાનો છું પણ મને મ.સ.યુ.માં ભણવાની તક નથી મળી એટલે મને ઘણી ખુશી થશે અગર કોઈ પોતાનો અનુભવ કહેશે.

Advertisements