ચેસની રમત ૮ x ૮ના ચોરસ બોર્ડ પર રમાય છે. આ ૬૪ ખાનાનો કલર, એક સફેદ ખાનું અને બીજુ કાળો  ખાનું એવી રીતે હોય છે અને બોર્ડને સફેદ ખાનું ખેલાડી રમતો હોય તેમાં જમણી બાજુ આવે તેવી રીતે મુકાય છે અને પછી બધા મહોરાને ફોટોમાં બતાવ્યા છે તેવી રીતે ગોઠવવામાં આવે છે. (આમાં પણ ૨ અલગ અલગ રીત હોય છે. એકમાં સફેદનો રાજા સફેદમાં હોય  અને બીજામાં સફેદનો વજીર સફેદમાં હોય).

બધા મહોરાને બે ભાગમાં વહેચવામાં આવે છે, સફેદ અને કાળા. દરેક રમતવીર પોતાની રમતની શરૂઆત એક કલરના ૧૬ મહોરા લઇને કરે છે.  ૧૬ મહોરામાં ૧  રાજા, ૧ વજીર, ૨ ઘોડા, ૨ હાથી, ૨ ઉટ અને ૮ સિપાહી હોય છે.

સફેદ મહોરાવાળો ખેલાડી હમેશા પહેલા ચાલ ચાલે છે અને બંને રમતવીર વારાફરતી એક એક મહોરાને ચલાવે છે(કાસ્ત્લીંગ એક ચાલ એમાં અલગ છે). જયારે રાજા ઉપર જોખમ આવે ત્યારે તેને ચેક કહેવાય છે. ચેકના જવાબમાં તમે તે મહોરાને મારીને, બીજા કોઈ મહોરાને રાજા અને જેનાથી ચેક મળ્યો છે તે મહોરાની વચ્ચે મુકો અથવા તો જે ખાનામાં જોખમના હોય તે ખાનામાં ચલાવી શકો છો.

આ રમતનો મુખ્ય ઉદ્દેશ પ્રતિસ્પર્ધીને ચેકમેટ કરવાનો હોય છે અને એ ત્યારે કેહવાય જયારે પ્રતીસ્પર્ધીનો રાજા જોખમમાં છે અને એની પાસે જોખમ હટાવા માટે કોઈ રસ્તો નથી.

થોડી મહત્વની ચાલ

કાસ્ત્લીંગ:
એક રમતમાં બંને રાજા  એક વાર આ ચાલ રમી શકે છે. આ ચાલમાં રાજાને હાથી તરફ ૨ ખાના ચાલવામાં આવે છે અને હાથીને રાજાની બાજુમાં મુકવામાં આવે છે. આ ચાલ માત્ર નીચેની શરતોને આધીન જ ચાલી શકાય છે:

  • રાજા અને હાથી બંને મહોરા પોતાના જગ્યાએ થી હાલ્યા ના હોય.
  • રાજા અને હાથીની વચ્ચે બીજું કોઈ મહોરું ના હોય.
  • રાજા જોખમમાં ના હોવો જોઈએ તથા રાજા એવા કોઈ ખાનામાંથી પસાર ના થવો જોઈએ જે જોખમમાં મૂકી શકે.

પ્રમોસન:

જો કોઈ સિપાહી આગળ વધીને સામેવાળાની છેલ્લી હરોળમાં પહોચી જાય તો એ સિપાહી વજીર બની જાય છે. (ઘણી જગ્યાએ સિપાહી જે ખાનામાં પહોચે તે ખાનામાં રમત શરુ થઈ ત્યારે જે મહોરું હતું એ મહોરું બને છે)

વધારે માહિતી માટે વિકિપેડિયાની મુલાકાત લો.

Advertisements