હું વિચારતો હતો કે આખા વર્ષ દરમિયાન આપણે કેટલા બધા દિવસો ઉજવીએ છીએ, દા.ત. મધર્સ ડે , ફાધર્સ ડે , ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઇન ડે, વુમન ડે અને આવા તો બીજા કેટલાય.

પછી મને વિચાર આવ્યો કે બધા માટે એક દિવસ આપ્યો છે પણ પુરુષો માટે “મેન ડે” નથી. મને ખબર છે કે મોટાભાગના લોકોનું માનવું હશે કે આખું વર્ષ પુરુષનું જ હોય છે પણ આમ જુવો તો આપણે આખું વર્ષ મધર્સ (માતા)ને માન આપીએ જ છે પણ તે છતાં એક દિવસ એમની માટે રાખેલ છે તો પુરુષ માટે કેમ નહિ?

અને જે રીતે આજકાલ સ્ત્રીઓ બધી બાબતમાં પુરુષની બરોબરી કરી રહી છે અથવા તો ઉપરવટ જઈ રહી છે તે જોતા હવે નજીકના ભવિષ્યમાં “મેન ડે”ની જરૂર પડશે.

શું કહેવું છે તમારું?

(બીજો એક વિચાર પણ આવ્યો કે આમ જુઓ તો “વાઈફ/હસબંડ ડે” પણ નથી 😉 )