વિશ્વનાથ આનંદમને ઘણો અફસોસ છે કે આ માણસ ને તેને મળવી જોઈએ એટલી પ્રસિદ્ધિ મળી નથી, અને એનું કારણ ભારતમાં ક્રિકેટના દીવાનાઓની કમી નથી અને ક્રિકેટ (ખાસ કરીને આઈપીએલ અને ૨૦-૨૦ વર્લ્ડ કપ)ના કલબલાટમાં આ માણસની સિદ્ધિ તરફ કોઈનું ધ્યાન પણ જતું નથી.

ઈતિહાસ:
વિશ્વનાથનએ પહેલી વખત ૧૯૮૭માં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પીયનશીપ જીતી અને આ જીતનાર તે પ્રથમ ભારતીય હતો. ૧૯૮૮માં તે ભારતનો પ્રથમ ગ્રાન્ડમાસ્તર બન્યો(આજ વર્ષે એને પદ્મશ્રીનો ખિતાબ પણ મળ્યો ત્યારે તે માત્ર ૧૮ વર્ષનો હતો). પછી ૧૯૯૬થી જ વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયરમાં હતો અને ૨૦૦૦માં તેને પ્રથમ વખત FIDE વર્લ્ડ ચેસ ચેમ્પીયનશીપ જીતી ત્યારથી ૨૦૦૮ સુધી સતત વિશ્વનાથન ટોચના ૩ ચેસ પ્લેયર તરીકે રહ્યો જે ઘણા ગર્વની વાત છે.

છેલ્લા ૧૦ વર્ષથી આ માણસે હમેશા ભારતનું નામ ચેસ જગતમાં ઉપર રાખ્યું છે અને આખી દુનિયામાં એના જેવું RAPID CHESS કોઈ રમી શકતું નથી પણ છતાં એને જેટલું માન મળવું જોઈએ તેટલું માન મળતું નથી. આ સમયગાળામાં તેને નીચે બતાવ્યા પ્રમાણે ચાર (૪) વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે:

* FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયન ૨૦૦૦
* વર્લ્ડ ચેસ ચેમ્પિયન ૨૦૦૭ (આ વર્ષે પદ્મવિભૂષણનો ખિતાબ મળ્યો)
* વર્લ્ડ ચેસ ચેમ્પિયન ૨૦૦૮
* વર્લ્ડ ચેસ ચેમ્પિયન ૨૦૧૦

વિશ્વનાથન આનંદની વધારે માહિતી માટે વિકિપેડિયાની મુલાકાત લો.

હું ખરેખર આશા રાખું કે ભારતની જનતા આ માણસની કાબેલિયત જાણે અને એને માન આપે.

મને ઘણી ખુશી થશે જો તમે તમારા મંતવ્યો આપશો.

Advertisements