આમ તો આ જુનું છે પણ તે છતાં આજે ફરીથી વાચ્યા પછી મને લાગ્યું કે આ આમંત્રણને બધા સુધી પહોચાડવું જ જોઈએ એટલે અહી ઉમેરું છું.

અનામી – આમંત્રણ

પરમકૃપાળુ પવનદેવની ઇષ્ટ કૃપાથી

શ્રીમતિ સળીબેન અને શ્રી કાગળલાલના સુપુત્ર
ચિરંજીવી પતંગના શુભલગ્ન

શ્રીમતિ ફીરકીબેન અને શ્રી માંજાલાલની સુપુત્રી
અખંડ્સૌભાગ્યવતી ચિરંજીવી દોરી સાથે

તા. ૧૪ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ નિર્ધાર્યા છે.

તો, આ શુભ ખેંચણીયા પ્રસંગે ઊડણીયા દંપતિનો આનંદ લેવા
લૂંટણીયાઓ સહિત પધારી ઘોંઘાટમાં વૃદ્ધિ કરશોજી….

વિશેષ નોંધ – ગુંદરપટ્ટી પ્રથા બંધ છે.

આ વાચીને તમને મજા આવી?

Advertisements