ફૂલ નહિ પાંખડી બની મહેકવું છે,
પાણી નહિ ટીપું બની વરસવું છે,
નથી વહેવું કોઈની આંખોમાંથી આંસુ બની,
બની શકે તો કોઈના હોઠોનું સ્મિત બની રેહવું છે.

——————————————————–

તલવાર એક જ નથી વાર કરવા માટે,
વાર તો નજર પણ કરી જાય છે,
ફર્ક માત્ર એટલો જ છે કે
તલવાર ઉઠીને વાર કરે છે,
જયારે નજર
ઝુકીને વાર કરી જાય છે.

——————————————————–

કલ્પનામાં વાસ્તવિકતા હોતી નથી,
સ્વપ્નમાં હકીકત હોતી નથી
વીતેલા પળોને યાદ કરીને રોવું શું કામ?
ગમે તેટલી અમૂલ્ય હોય, જે ખોવાય એની કોઈ કિંમત હોતી નથી.

——————————————————–

રમત રમતમાં અજીબ વાત થઈ ગઈ,
કાલે જોયાને આજે મુલાકાત થઈ ગઈ,
વિચારતા હતા કેવા મળશે દોસ્ત જીવન માં,
તમને મળ્યાને નિરાંત થઈ ગઈ.

—————————————————————

કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો.

Advertisements