કોલેજ શરુ થઈ અને જેવું મોટાભાગના ગુજરાતી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થી સાથે થતું હોય છે તેવું મારી સાથે પણ થયું, બધા જ વિષય અંગ્રેજીમાં ભણવાના હતા એના લીધે થોડો ડર હતો કે હું સારા માર્ક્સ લાવી શકીશ કે નહિ, એટલે મેં જેટલી ૧૨મા ધોરણમાં કરેલી તેના કરતા પણ વધારે મહેનત કરવા લાગ્યો. મારું ગણિત ઘણું સારું હતું (કારણકે મારા પિતાજી પોતે ગણિતના શિક્ષક હતા 🙂 ) એટલે મને જે વિષયમાં ગણતરી આવતી હોય એ આસાન લાગતા, તેથી મારે મારું પૂરું ધ્યાન થીઅરી વિષય પર કેન્દ્રિત કરવાનું હતું.

અમારા વખતે કોલેજ થોડી મોડી ચાલુ થઈ હતી એટલે મને ઘણો ડર હતો કે પહેલું સેમેસ્ટર તો અમના ચાલુ થશે ને તરત પતી જશે, વાંચવાનો ટાઇમ પણ નહિ મળે અને બધાની અપેક્ષાઓ બહુ ઉચી હોવાથી મારા માટે ઘણું મુશ્કેલ થશે. પરંતુ મારા (અને મારી આખી બેચના પણ!!!) સદનસીબે કોલેજવાળાએ નક્કી કર્યું કે પહેલું અને બીજું સેમેસ્ટર બંને ભેગા કરીને આખા વર્ષની પરીક્ષા સાથે લેવાશે, એનાથી થોડી રાહત થઈ કે ચાલો હવે થોડો સમય તૈયારી કરવા માટે મળશે. (મને ખબર છે ઘણા લોકો આ મત સાથે સહમત નહિ હોય કારણકે એમના મત મુજબ તો કોલેજમાં ચાર મહિના જે ભણો તેની પરીક્ષા તરત આપી દો અને પછી એનું ટેન્શન નહિ લેવાનું).

જયારે અમારી કોલેજ નિયમિત ચાલુ થઈ ત્યારે અમને ખબર પડી કે હજુ થોડા વિષય માટેના પ્રોફેસર કોલેજ પાસે છે જ નહિ અને અમારે એ વિષય જાતે તૈયાર કરવા પડશે. (એકાદ વિષયમાં તો  પ્રોફેસર હોવા છતાં એજ હાલત હતી 😉 ). પરંતુ આ બધી કઠણાઇઓ વચ્ચે પણ મે અમારી હિંમત હાર્યા વગર મહેનત કરીને પહેલા વર્ષે ૬૯% સાથે પ્રથમ વર્ષની પરીક્ષા પાસ કરી. ( જેમને આ ટકા ઓછા લાગતા હોય તેમને એન્જિનિરીંગ કર્યું હોય તેવા વિધાર્થીને પૂછી જોવું કે ૬૯% લાવવા કેટલા અઘરા છે).

આ બ્લોગમાં મેં મારા પ્રથમ વર્ષની માત્ર કોલેજ અને પરીક્ષા લગતી માહિતી આપી છે પરંતુ આવતા બ્લોગમાં હું મારા પહેલા વર્ષની મારી વઢવાણ સીટીમાં બીજી બધી ગતિવિધિયોની માહિતી આપીશ તો મારા કોલેજની યાદો વાચવા આવતા રહેજો. 🙂

Advertisements