મારા કોલેજ સંસ્મરણો ભાગ ૩

મેં જેમ પહેલા બ્લોગમાં કીધું હતું તે પ્રમાણે મને મારા કોલેજ જીવનના પહેલા મિત્રો (પલક, અનિરુદ્ધ, વિશાંગ અને યોગેશ) જૈન ભોજનાલયમાં મળ્યા. તેમને  પણ મારી જેમ એજ કોલેજમાં પ્રવેશ લીધો હતો (પણ અલગ અલગ શાખામાં 😦 ) એટલે અમે બધા એક જ જહાજમાં હતા અને તેથી સાથે રહેવાની ઘણી મજા આવી. દરેકની પોતાની અલગ રહેણી-સહેણી હોવા છતા અમે બધા એકબીજા સાથે તરત જ ભળી ગયા.

અમે ભોજનાલયમાં રહેતા હોવાથી સવાર-સાંજ જમવાનો તો પ્રશ્ન ન હતો પણ અમારી કોલેજનો સમય ૧૦ થી ૫ હતો એટલે અમારે ભોજનાલયમાંથી ટીફીનની વ્યવસ્થા કરાવવી પડી જેથી અમે અમારા જમવાના સમયે ટીફીનમાંથી ત્યાં કોલેજમાં જ જમી લઈએ અને અમારે કોલેજથી ભોજનાલય સુધી આવું જવું ના પડે (આમ પણ બંને વચ્ચેનું અંતર ૭-૮ મિનીટનું હતું અને અમારે વિરામ(રીસેસ) માત્ર ૩૦ મિનીટ માટે મળતો એટલે વિરામના સમયે ભોજનાલય જઈને જમવું ફાવે તેવું નહતું)

મારે એક વાતનો ઉલ્લેખ કરવો જ રહ્યો કે સાથે રહેતા રહેતા હું પલક પાસેથી જૈન ધર્મ વિષે ઘણું બધું શીખ્યો, સાચું કહું તો હું કર્મે જૈન હતો પણ જૈન ધર્મ કદી ચુસ્તતાથી પાળેલો નહિ. પણ જ્યારથી હું વઢવાણ રહેવા ગયો મારામાં ઘણા પરિવર્તન આવ્યા, હું રોજ દહેરાસર(જૈન મંદિર) જતો અને અઠવાડિયામાં ૩-૪ વાર પૂજા કરવા પણ જતો. (આ સાંભળીને મારા મમ્મી ઘણા ખુશ થયા હતા) અને સાચું કહું તો અમારા આ નિત્યક્રમને લીધે અમારે વઢવાણ ગામમાં ઘણી ઓળખાણ થઈ.

માત્ર ૨-૩ મહિના ભોજનાલયમાં રહ્યા પછી અમે ધોળી પોળ (વઢવાણનો એક એરિયા) રહેવા આવી ગયા. આ મકાન આમ તો પલકના ફોઈનું હતું અને ફોઈનો (અને ઘરના બધાનો પણ) સ્વભાવ એટલો સરસ હતો કે અમે તરત જ એમની સાથે ભળી ગયા અને તેઓ પણ અમારી ઘણી કાળજી લેતા. અમે હજુ પણ ભગવાનનો આભાર માનીએ છીએ કે અમને આવા સરસ પરિવાર સાથે રહેવાનો અવસર મળ્યો પછી તો અમે આ ઘરમાં જ અમારું આખું કોલેજ ભણતર પૂરું કર્યું (જોકે આ ચાર વર્ષમાં એક-બે મિત્રો બીજે રહેવા ગયા અને બીજા મિત્ર અમારી સાથે જોડાયા) . અમારી નાની વાતોની પણ ફોઈ એટલી કાળજી લેતા કે અમને કોઈ તકલીફ પડી જ નહિ, સવારે ઉઠો ત્યાં સામે દૂધ તૈયાર કરીને આપી જાય અને રાત્રે જયારે જમીને વાચતા હોય ત્યારે અમને બોલાવીને  કહે આખો દિવસતો તમે ચોપડીઓમાંજ રચ્યા-પચ્યા  રહો છો તો કંટાળી જતા હશો થોડી વાર TV જોઈ લો પછી વાચવા બેસી જજો. પછી તો અમે બધા આ પરિવાર સાથે એવી રીતે હળીમળી ગયા કે જાણે એમના પરિવારનો જ ભાગ હોઈએ. (I really MISS & REMEMBER them a lot)

પહેલા વર્ષ દરમિયાન વડોદરાના જ બીજા મિત્રો સમીર(જેનો પહેલા બ્લોગમાં એક છોકરા તરીકે ઉલ્લેખ છે), વિભાવરી, વર્ષા અને યોગિતા મળ્યા અને અમારા બધાનું વડોદરા આવા-જવાનું સાથે જ થતું એટલે પાંચ કલાકની મુસાફરીમાં પણ કંટાળો નહોતો આવતો અને મજાક મજાકમાં ટાઈમ ક્યાં પસાર થઈ જતો એજ ખબર નહોતી પડતી.

બસ અત્યારે આટલું જ, આવતા બ્લોગમાં કોલેજના બીજા વર્ષની વાત કરીશું. 🙂

4 thoughts on “મારા કોલેજ સંસ્મરણો ભાગ ૩

  1. હિરેન ભાઈ, સરસ શ્રેણી આગળ ના ભાગ ની રાહ રેહશે. વઢવાણસીટી વિષે વધુ જણાવા વિનંતી !

    Like

Leave a comment