કાતિલ જુર્મ કરીને જમાનામાં રહી ગયો
અને અમે હતા જે આંસુ વહાવામાં રહી ગયા
પથ્થરોનો જવાબ તો અમે પણ આપી શકતા હતા,
પણ અમે દિલના દર્પણને બચાવવામાં રહી ગયા.

———————————————————

આંસુને પણ કોઈકની આંખમાંથી નીકળવું પડે છે,
એક
ખારા ઝરણાની જેમ વેહવું પડે છે,
કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુવો,
કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે.

—————————————————-

જીવન તો એક મીણબતી જેવું છે
સમય જયારે ઈચ્છે ત્યારે
જલાવી જાય છે
સમય ઈચ્છે ત્યારે ઓલવી જાય છે
ફક્ત રહી જાય છે યાદોનું મીણ
જે અંત સુધી કોઈની યાદ અપાવી જાય છે

—————————————————-

અત્યાર સુધીને મને સૌથી વધારે ગમેલો મેસેજ.

“જો કોઈ તમને તમારા ખરાબ સમયમાં સ્વીકારી નથી શકતો,
તો એને કોઈ હક નથી તમારા સારા સમયમાં તમારી સાથે રહેવાનો.”

—————————————————-

કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો