જો હું હસાવતો નથી તો રડાવતો પણ નથી
જો હું કઈ બોલતો નથી તો કઈ છુપાવતો પણ નથી
ભલે હું નવા દોસ્ત ના બનાવું પણ બનાવેલ દોસ્તને ભુલાવતો પણ નથી

—————————————————————-

પ્રશ્ન:તમે કદી તમારો પોતાનો નંબર લગાવ્યો છે?
જવાબ: નંબર વ્યસ્ત મળશે.
કારણકે દુનિયાને મળવામાં બધા મસ્ત છે, પરંતુ પોતાની જાતને મળવા માટેની બધી લાઈન વ્યસ્ત છે.

—————————————————————-

એક કવિ કહે છે
“ના ચેહરો લૂછવાની જરૂર છે, ના દર્પણ લૂછવાની જરૂર છે,
જો પોતાનું પ્રતિબિંબ જોવું હોય તો બીજાના આંસુ લૂછવાની જરૂર છે.”

—————————————————————-

એક સરસ અવલોકન:
દુનિયાના સૌથી ખુશ કપલ(પતિ-પત્ની)નો સ્વભાવ સરખો નથી હોતો પરંતુ
તેમનામાં તેમની વચ્ચેના ‘ભેદભાવ’ માટે
સૌથી સરસ ‘સમજદારી’ હોય છે.

—————————————————————-

કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો

Advertisements