જો તમે હમણા છેલ્લા ચાર-પાંચ વર્ષના (દરેક ધોરણ/શાખાના) પરિણામ ધ્યાનથી જોશો, તો તમને સમજાશે કે હમણાથી દર વખતે ટોચના વિદ્યાથીઓમાં છોકરા કરતા છોકરીઓની સંખ્યા વધુ હોય છે.

વિશ્વાસ નથી આવતો??  તો નીચેની લીન્કની મુલાકાત લો.

૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં: શહેરના ટોપ ટેનમાં ૧૨ વિદ્યાર્થીઓ છવાયાં હતાં. જેમાં ૯ વિદ્યાર્થિની અને ૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં: શહેરમાં ટોપ ટેનમાં પાંચ વિદ્યાર્થીઓ તેમજ આઠ  વિદ્યાર્થિનીઓ મળી કુલ ૧૩  વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

હું વિચારતો હતો કે આના પાછળ શું કારણ હોય શકે?

મારા મત મુજબ, તેના બે(૨) કારણ હોય શકે.
૧) છોકરાઓ મહેનત નથી કરતા
૨) છોકરીઓ વધારે સજાગ છે તેમના કેરીઅર માટે

તમને શું લાગે છે? હું તમારા જવાબની રાહ જોવું છું.

Advertisements