જો તમે મૂંઝાતા હો કે આ લેખ શેની ઉપર હશે તો હું પહેલા જ ચોખવટ કરી લઉં કે આ લેખ ખરેખર વેકેશન શું હોય અથવા હોવું જોઈએ તેની સ્પષ્ટતા કરવા માટે લખેલ છે.

આજથી પંદર-વીસ વર્ષ પહેલા કોઈ પણ બાળકને તમે પૂછો કે “વેકેશન એટલે શું? અથવા તો વેકેશનમાં શું કરવાનો છે?” તો મોટાભાગે તમને જવાબ મળે કે વેકેશનમાં તો બસ ધીંગા-મસ્તી, હરવા-ફરવાનું અને જલસા કરવાના. અને સાચું પૂછો તો અમારા સમયે વેકેશન આવે એટલે તરત કાકા-મામા-ફોઈ-માસીના ઘરે બધા પિત્રાઈ ભાઈઓ ભેગા થાય અને આખું વેકેશન પછી બધા સાથે સંબંધીઓના ઘરે ફરે અને ધીંગા-મસ્તી કરે.

અને આજે જો કોઈ બાળકને તમે પૂછો કે “વેકેશન એટલે શું? અથવા તો વેકેશનમાં શું કરવાનો છે?” તો તમને જવાબ મળશે કે વેકેશન પડશે એટલે હું આ ક્લાસ કરીશ અથવા તો આ શીખીશ. આજ કાલ બાળકો વેકેશનમાં ઈંગ્લીશ સ્પીકિંગ, ડાન્સિંગ, કરાટે, સ્વીમીંગ અને આવા તો કેટલા અલગ અલગ ક્લાસ કરતા હશે એટલે કહેવાનો તાત્પર્ય એટલો જ કે વેકેશનમાં પણ એમને શાંતિ નથી કોઈ ને કોઈ પ્રવૃત્તિ જોઈએ જ.

તમને નથી લાગતું આજકાલ બાળકો વેકેશનનો સાચો અર્થ ભૂલી ગયા છે?

Advertisements