હા અને ના એ બંને નાના શબ્દો છે પણ એની માટે લાંબો સમય જરૂરી છે.
કારણકે મોટા ભાગની વસ્તુ જે આપણે જીન્દગીમાં ચુકી જતા હોય છે એનું કારણ
૧) બહુ જલ્દી ના કહી દીધી અને/અથવા
૨) બહુ મોડેથી હા કીધી.
 
——————————————————————
 
સમજાવી દો તમારી યાદોને, એ બોલાવ્યા વગર નજીક આવ્યા કરે છે
તમે તો દુર રહીને પજવો છો, એ નજીક આવીને રડાવે છે.
 
——————————————————————
 
મિત્રતા એવી કરો કે જેમાં
શબ્દો ઓછા અને સમજ વધારે હોય
વિવાદ ઓછા અને સ્નેહ વધારે હોય
શ્વાસ ઓછા અને વિશ્વાસ વધારે હોય
પુરાવા ઓછા અને પ્રેમ વધારે હોય.
 
——————————————————————
 
શીખો :
સેવા – શ્રવણ પાસેથી
દોસ્તી – શ્રીકૃષ્ણ પાસેથી
મર્યાદા – શ્રીરામ પાસેથી
તપસ્યા – શ્રીમહાવીર પાસેથી
દાન – કર્ણ પાસેથી
લક્ષ્ય – એકલવ્ય પાસેથી
એસએમએસ – હીરેન પાસેથી 🙂
 
——————————————————————
કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો.
Advertisements