આ લેખ હું મારા પોતાના અનુભવ પરથી લખી રહ્યો છું (તમે પણ તમારા અનુભવો ટીપ્પણીમાં લખી શકો છો)
 
ફાયદા:
 
૧) સૌથી પહેલો ફાયદો તો એ.સી. ઓફીસમાં બેસવા મળે એટલે ગરમી/વરસાદની કોઈ અસર જ નહિ. 🙂
 
૨) મોટાભાગની કંપનીમા ઓફીસનો ટાઇમ (૯ થી ૬ કે એવો કોઈ) નક્કી નથી હોતો… જયારે આવવું હોય ત્યારે ઓફીસ આવી શકો પણ અમુક કલાક પુરા કરવા પડે(અને કામ ટાઇમસર પૂરું કરવું પડે જે તો દરેક નોકરી માટે લાગુ પડે છે).
 
૩) મોટાભાગની કંપનીમાં શનિ-રવિ રજા હોય એટલે કુટુંબ માટે પણ સમય મળે. 
 
૪) તમારું કામ તમને બતાવી દીધા પછી તમે એને કેટલું જલ્દી અને કેટલી સારી રીતે કરો છો એના પરથી તમારું કાબેલિયત નક્કી થાય.
 
૫) જરૂરત ના સમયે તમે ઘરે રહીને પણ તમારું કામ કરી શકો છો (જેની માટે ઈન્ટરનેટ હોવું જોઈએ તમારી પાસે… ઘણી વાર તો એની પણ જરૂર નથી હોતી)
 
ગેરફાયદા:
 
૧) એ.સી. ઓફીસમાં બેઠાડું જીવન થઈ જવાથી વજન વધી જાય અને બીજા પ્રોબ્લેમ આવે.
 
૨) અમુક વાર કામનું દબાણ ખુબ વધી જાય (STRESS)
Advertisements