કશું ના હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન આ એક એવું કડવું સત્ય છે
જયારે બધું જ હોય ત્યારે સ્વભાવ નડે છે.
 
——————————————————————
 
જીવનના છેલ્લા શ્વાસ સુધી બધા આશા રાખે છે,
દવા અને દુવામાં વિશ્વાસ રાખે છે,
ઉઘાડી આંખ ઓ છે સંબંધ આ બધો,
બાકી મર્યા પછી ઘર માં લાશ પણ કોણ રાખે છે?
 
—————————————————————
 
જીવનમાં હમેશા શ્રેષ્ઠ આભૂષણો વાપરો:
તમારા હોઠ માટે – સત્ય
તમારા અવાજ માટે – પ્રાર્થના
તમારી આંખો માટે – દયા
તમારા હાથ માટે – દાન
તમારા હૃદય માટે – પ્રેમ
તમારા ચહેરા માટે – સ્મિત
 
 
——————————————————————
 
ચંદ્ર વિનાની રાત્રી શું?
ફૂલ વિનાની પાંખડી શું?
અમે તો હમેશા યાદ કરીએ છીએ તમને,
પણ તમે અમને યાદ કરો છો એની ખાતરી શું?
 
——————————————————————-
 
કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો.
Advertisements