એક નાનું વાદળ આજે ભૂલું પડે,
આવીને સીધું તમને મળે,
ભીંજવી જાય મન ભરીને,
પાણી નહિ પણ મારી યાદો વડે! 🙂

———————————————————————

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
પછી થોડું ઘણું તે સુધારું છું.
ફરક છે બીજા અને મારા વચ્ચે દોસ્તો
વિચારીને બીજા જીવે છે, હું જીવીને વિચારું છું.

————————————————————————

શું ખબર ક્યાં લઇ જાય છે જીન્દગી,
કોઈના વિયોગ માં પૂરી થાય છે જીન્દગી,
છે જીવન તો જીવી લેજો મિત્રો,
બાકી અચાનક પૂરી થઈ જાય છે જીન્દગી.

————————————————————————-

જીન્દગી કેટલી એ કોને ખબર,
કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર,
જીવી લો થોડો સમય ખુશીથી,
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય કોને ખબર.

——————————————————————————-

કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો.

Advertisements