વીતેલી પળો ને વખોડી રહ્યા હતા,
હવા સાથે તમારી વાત કરી રહ્યા હતા,
દિલને ખુબ આનંદ થયો જયારે પવને કહ્યું,
તમે અમને યાદ કરી રહ્યા હતા.

——————————————————————————————

ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે,
તો ક્યાંક એક બુંદની પ્યાસ રહી જાય છે,
કોઈને મળે છે હજાર ચેહરા પ્રેમમાં,
તો કોઈ એક ચેહરા માટે તરસી જાય છે.

——————————————————————————————–

રાજી નથી છતાં બીજાને રાજી રાખું છું,
મળે છે જે પણ આનંદ એ બીજાને આપું છું,
જાણું છું મોલ નથી કશાનો દુનિયામાં,
હું ખુદ કઈ નથી પણ “મિત્રો” અનમોલ રાખું છું.

———————————————————————————————

કોઈના સુખમાં “નિમિત” બનો પણ “ભાગીદાર” નહિ અને
કોઈના દુઃખમાં “ભાગીદાર” બનો પણ “નિમિત” નહિ.

———————————————————————————————-

સમજ્યા વગર કોઈને પસંદ ના કરો,
ને સમજ્યા વગર કોઈને ગુમાવી પણ ના દો
કેમકે ફિકર દિલમાં હોય છે શબ્દોમાં નહિ
અને ગુસ્સો શબ્દોમાં હોય છે દિલમાં નહિ.

————————————————————————————————

કેવા લાગ્યા મારા એસએમએસ? એ જરૂર કહેજો.

Advertisements