વેકેશન??

જો તમે મૂંઝાતા હો કે આ લેખ શેની ઉપર હશે તો હું પહેલા જ ચોખવટ કરી લઉં કે આ લેખ ખરેખર વેકેશન શું હોય અથવા હોવું જોઈએ તેની સ્પષ્ટતા કરવા માટે લખેલ છે.

આજથી પંદર-વીસ વર્ષ પહેલા કોઈ પણ બાળકને તમે પૂછો કે “વેકેશન એટલે શું? અથવા તો વેકેશનમાં શું કરવાનો છે?” તો મોટાભાગે તમને જવાબ મળે કે વેકેશનમાં તો બસ ધીંગા-મસ્તી, હરવા-ફરવાનું અને જલસા કરવાના. અને સાચું પૂછો તો અમારા સમયે વેકેશન આવે એટલે તરત કાકા-મામા-ફોઈ-માસીના ઘરે બધા પિત્રાઈ ભાઈઓ ભેગા થાય અને આખું વેકેશન પછી બધા સાથે સંબંધીઓના ઘરે ફરે અને ધીંગા-મસ્તી કરે.

અને આજે જો કોઈ બાળકને તમે પૂછો કે “વેકેશન એટલે શું? અથવા તો વેકેશનમાં શું કરવાનો છે?” તો તમને જવાબ મળશે કે વેકેશન પડશે એટલે હું આ ક્લાસ કરીશ અથવા તો આ શીખીશ. આજ કાલ બાળકો વેકેશનમાં ઈંગ્લીશ સ્પીકિંગ, ડાન્સિંગ, કરાટે, સ્વીમીંગ અને આવા તો કેટલા અલગ અલગ ક્લાસ કરતા હશે એટલે કહેવાનો તાત્પર્ય એટલો જ કે વેકેશનમાં પણ એમને શાંતિ નથી કોઈ ને કોઈ પ્રવૃત્તિ જોઈએ જ.

તમને નથી લાગતું આજકાલ બાળકો વેકેશનનો સાચો અર્થ ભૂલી ગયા છે?

8 thoughts on “વેકેશન??

  1. વાહ હિરેન ભાઈ, વાહ, કેટલો ઉત્તમ વિચાર વહેતો કર્યો, તમે તો સારા છો, બાળકોનુ શું? આવતી કાલે કેવા બનશે? બીચારા ભુલકાઓ આવતીકાલની સ્માર્ટનેસની લ્હાયંમાં નિર્દોષ બાળપણને માણી નથી શકતા. અમે મુંબઈ ગીરગામ ચોપાટીએ ન્હાવા જતા, આમારે ત્યાના ઝાડો ઉપર મચાન બાંધીને ઢિંગલા-ઢિંગલીઓ રમતા, વડલાના ટેટાઓ તોડતા, આટોપાટો, ક્રિકેટ, હોકી, ફુટબોલ, સાંજના થપ્પો, થપ્પો, લંગડી, પકડદાવ, સાતગોટલી અને દડો માર, લખોટા, ભમ્મરડા, ગીલી દંડા (જેનાથી એક દાદાજીનુ માથુ ઘવાઈ ગયેલુ, જોકે તેઓ દવાખાનામાં નર્સ હતા એટલે ઝાઝુ વઢ્યા ન હ્તા), બેડમિંગ્ટન ટેનિસના બેટ વડે જેમાં ફુલનો ટક ટક અવાજ આજે પણ ગલગલીયા કરાવે છે, ખોખો, વાર્તા વાર્તા, વગેરે વગેરે ઘણી બધી રમતો રમતા, ત્યારે તો રેડિયાનો જમાનો હતો પણ અમારે બંદી હતી, કેમ કે નાના ભગત હતા ને. માંસ-મટનની પણ બંદી હતી, છોકરીઓ જોડે રમવાની પણ બંદી, મવાલીઓની જોડે બેસવાની તો શું વાતો કરવાની પણ બંદી, આ ન કરો, પેલુ ના કરો, પણ છતાંય બપોરની એ શાંત પળ હજી પણ ઝણઝણાવી દે છે. અમારી મુંબઈની ચાલીમાં ખુબ જ શાંતિ છવાઈ જતી પણ સાંજે પ-૬ વાગે તો ધમાચકડી મચી જતી. હવે તો બસ સંભારણા જ રહ્યા. ધન્યવાદ યાદ કરાવવા બદલ……..

    Like

  2. માતા-પિતાની મગત્વકાંક્ષાનો ભોગ એટલે ‘બાળકો’.માતા-પિતાની મગત્વકાંક્ષાનો ભોગ એટલે ‘બાળકો’. ઈડિયટ્સનું પેલું સોંગ મસ્ત હતું

    Give me some sunshine
    Give me some rain
    Give me another chance
    I wanna grow up once again

    -By Swanand Kirkire

    Like

  3. આજકાલ ની કાકીઓ – મામીઓ -માસીઓ ને પોતાના ઘરે કોઈ રહેવા આવે તે ગમતું નથી એટલે બાળકોને સમય પસાર કરવા બીજા રસ્તા ગોતવા પડ્યા, બાકી સમાજ કે કુટુંબ ની વચ્ચે રહી ને બાળક જે શીખે છે તે ક્લાસ માં નથી શીખી શકાતું.

    Like

  4. હું આજ-કાલ ગિટાર શીખવા જાઉં છું ત્યાં મારા સિવાય બાકી બધા નાનાં છોકરાઓ-છોકરીઓ છે. ગિટાર વગાડવાની સાથે વિચાર આવે છે કે આ લોકો ખરેખર પોતાના મનથી શીખવા આવે છે કે મમ્મી-પપ્પા ધક્કો મારીને મોકલે છે. એક છોકરાને હું હંમેશા જોઉં છું કે એ ક્લાસનો પૂરો સમય કઈ રીતે પસાર કરવો તેની નવી-નવી તરકીબો અજમાવ્યા કરે છે. એક કલાકમાં પાંચ વખત પાણી પીવા જાય, બે વખત સૂસૂ કરવા જાય. અહીં જુએ-તહીં જુએ અને પછી જેવો સમય પૂરો થાય ત્યારે ભાગે.

    મમ્મી-પપ્પા પણ બિચારા શું કરે, બીજા મમ્મી-પપ્પા પૂછે – અમે તો અમારા બાબાને સ્કેટિંગ કરવા મૂક્યો છે. તમારો ચકુ શું કરે છે. અમને પણ આવું કોઈ બે-ત્રણ વર્ષ પછી પૂછવાનું છે એ નક્કી – પણ મારા પાસે જવાબ તૈયાર છે જે અત્યારે અહીં લખી શકાય તેમ નથી (મણ, મણની..) 😉

    Like

  5. Ape sache j nasibdar hata k atlu saru balpan malyu.
    lakhoti, bhamarda, chapo, gillidanda, kabbaddi, volyball, cricket, satodiyu, santakukdi, Chhatu Sakdiyu, pakad dav langdi,Aispise, nadi k parvat, patta, carom ,chass, football(with tenis ball), Etc ajna chokrarao ne atla nam pan nai khabar hoi

    Like

  6. Think it this way. World is always changing. The way my grandparents, parents, myself and my children were doing during the vacation are all different. Similarly my grandchildren will also spend vacation time in a different way.

    Like

Leave a reply to Ritesh baria Cancel reply