ફૂટબોલ ફીવર

ફૂટબોલ વિશ્વ કપમાં ઘણી જડતી-પડતી જોવા મળી.
૧) ફ્રાંસ- ગ્રીસ જેવી ટીમો તો છેલ્લા ૧૬માં પણ ના પહોચી શકી.
૨) ઇંગ્લેન્ડ ક્વાર્ટર-ફાઈનલ સુધી પણ ના પહોચી શક્યું. (એ જર્મની સામે હારી ગયું)
૩) પછી ક્વાર્ટર-ફાઈનલમાં બ્રાઝીલ હારી ગયું અને
૪) બાકી હતું તો
બીજી ક્વાર્ટર-ફાઈનલમાં આર્જેન્ટીના પણ હારી ગયું.(એ પણ જર્મની સામે હારી ગયું)

મને થયું કે હવે જયારે માત્ર સેમી-ફાઈનલ અને ફાઈનલ જ બાકી છે તો ફૂટબોલનો તાવ (ફીવર) એકદમ જોરથી આવવો જોઈએ. (આમ તો આ લેખ માટે થોડું મોડું થઈ ગયું છે કારણ કે મારી મનગમતી ટીમ (આર્જેન્ટીના) ફૂટબોલ વિશ્વ કપમાંથી બહાર ફેકાઈ ગઈ છે. 😦 )

આજે પહેલી સેમી-ફાઈનલ ઉરુગ્વે અને હોલ્લેંડ (નેધરલેંડ) વચ્ચે છે (આમ તો બ્રાઝીલને હરાવ્યા પછી હોલ્લેંડથી ઘણી આશાઓ છે અને સામે ઉરુગ્વે એટલું ફોર્મમાં નથી.)

કાલે રાતે બીજી સેમી-ફાઈનલ સ્પેઇન અને જર્મની વચ્ચે છે અને આ મેચ બહુ રોમાંચક થવાની સંભાવના છે. (ઇંગ્લેન્ડ અને આર્જેન્ટીનાને હરાવ્યા પછી જર્મની ટોપ પર છે)

મારા મત મુજબ જર્મની અને હોલ્લેંડ વચ્ચે ફાઈનલ રમાશે અને એ એકદમ ટક્કરની રહેશે. કોણ જીતશે એ અત્યારે કહેવું તો મુશ્કેલ છે. તમારું શું કહેવું છે?

6 thoughts on “ફૂટબોલ ફીવર

  1. મારી ફેવૅરીટ ટીમ સ્પેન છે.એટલે બૂલફાઈટરો જીતશે.કોઈ ન જીતે, તો ભારત છે જ . 🙂

    ખટપટ :- મને ફૂટબોલ સંધિત કોઈ પ્રકારનો તાવ (ફિવર) નથી. 😉

    Like

Leave a reply to હિરેન બારભાયા Cancel reply