આમ તો હું ઘણા સમયથી માત્ર ક્રિકેટનો દીવાનો હતો પણ આ ખેલાડીએ મારામાં ટેનિસ પ્રત્યે પ્રેમ જગાડ્યો છે. (ફૂટબોલ માટે મસ્સી(આર્જેન્ટીના)).

આ ખેલાડી જે રીતે એક પછી એક ટાઈટલ જીતી રહ્યો છે તે જોતા મને લાગે છે કે તે હવે ટેનિસ જગતમાં રાજ કરશે

મને ખબર છે કે ઘણા લોકોનું માનવું છે કે નાદાલ માત્ર માટી(CLAY)ના  કોર્ટ પર જ સારું રમે છે અને તેને ઘાસના કોર્ટ પર રમતા તકલીફ પડે છે પણ આ વખતે એને વિમ્બલ્ડન જીતીને એના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે.

અત્યાર સુધીમાં નાદાલે નીચે પ્રમાણેના ટાઈટલ જીતેલા છે.

નાદાલના ટાઈટલ

વર્ષ ટાઈટલ
૨૦૦૫ ફ્રેન્ચ ઓપન
૨૦૦૬ ફ્રેન્ચ ઓપન
૨૦૦૭ ફ્રેન્ચ ઓપન
૨૦૦૮ ફ્રેન્ચ ઓપન
૨૦૦૮ વિમ્બલ્ડન
૨૦૦૯ ઓસ્ટ્રેલિયન ઓપન
૨૦૧૦ ફ્રેન્ચ ઓપન
૨૦૧૦ વિમ્બલ્ડન

ટેબલ સ્ત્રોત: સંદેશ

Advertisements