સારો સ્વભાવ ગણિતના શૂન્ય જેવો છે, તેની આમ કોઈ કિંમત નથી હોતી પણ તે જેની સાથે હોય છે તેની કિંમત વધી જાય છે.

———————————————————–

આંખ ઉઘડે ત્યારે “ઉઠ્યા” કહેવાય,
દ્રષ્ટિ ઉઘડે ત્યારે “જાગ્યા” કહેવાય.
———————————————————–

તમે સાચા હો તો એ વાત કોઈ યાદ રાખતું નથી,
પણ જો તમે ખોટા ઠરો તો એ વાત કોઈ જલ્દી ભૂલતું નથી!

———————————————————–

સૌને સાથે રાખવાની તાકાત પ્રેમમાં છે અને
સાથે રહેવાવાળાને જુદા કરવાની તાકાત વહેમમાં છે!!!

———————————————————–

Advertisements