સાયના નેહવાલ – ભારતની એવી સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી કે જેને જેટલી મળવી જોઈતી હતી તેના કરતા અડધી પણ પ્રસિદ્ધિ નથી મળી. (મારે અહી શું યાદ કરાવવાની જરૂર છે બીજી મહિલા ખેલાડી સાનિયા મિર્ઝાની?? જેને સારી એવી પ્રસિદ્ધિ મળી હતી જયારે તે ટેનિસની ટોપ ૧૦૦ ખેલાડીમાં આવી હતી)

આ ખેલાડીએ વર્લ્ડ બેડમિન્ટન મહિલા ખેલાડીની નવી જાહેર થયેલી યાદીમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સિદ્ધિ હઝી સુધી કોઈ ભારતીય મહિલાને મળી નહોતી.

આ વર્ષે સાયનાએ સતત ત્રણ મોટા ટાઈટલ જીતીને રેન્કિંગમાં છલાંગ લગાવી છે. (સાયના નેહવાલે આ વર્ષે ઈન્ડિયન ઓપન ગ્રાન્ડ પિક્સ, સિંગાપુર ઓપન સુપર સિરીઝ ટાઈટલ અને ઈન્ડોનેશિયન ઓપનમાં વિજય મેળવ્યો હતો)

સાયનાની ર્સ્વિણમ સિદ્ધિઓ

વર્ષ ટાઈટલ
૨૦૧૦ ઈન્ડોનેશિયન ઓપન સુપર સિરીઝ
૨૦૧૦ સિંગાપુર ઓપન સુપર સિરીઝ
૨૦૧૦ ઈન્ડિયન ઓપન ગ્રાન્ડ પિક્સ (ગોલ્ડ)
૨૦૧૦ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ (બ્રોન્ઝ)
૨૦૧૦ ઓલ ઈંગ્લેન્ડ સુપર સિરીઝ(સેમિફાઈનલિસ્ટ)
૨૦૦૯ ઈન્ડિયન ઓપન ગ્રાન્ડ પિક્સ
૨૦૦૯ ઈન્ડોનેશિયન ઓપન સુપર સિરીઝ
૨૦૦૮ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ
૨૦૦૮ કોમનવેલ્થ યૂથ ગેમ્સ (ગોલ્ડ)
૨૦૦૭ નેશનલ ગેમ્સ ઓફ ઈન્ડિયા (ગોલ્ડ)
૨૦૦૬ કોમનવેલ્થ ગેમ્સ (બ્રોન્ઝ )

ટેબલ સ્ત્રોત: સંદેશ

વધારે માહિતી માટે વિકિપેડિયાની મુલાકાત લો.

Advertisements