ભીના વરસાદની કોમળ બુંદ મોકલું છું,
આંખ તો ખોલો તમને વાછટ મોકલું છું,
કરમાઈ રહ્યા છે પ્રેમના પુષ્પો,
લો છલકતો ખોબો ભરીને તમને મારી યાદ મોકલું છું.

——————————————————————————–

કવિતામાં યાદોના ઢગલા કરવા છે,
દિલમાં તમારા મારે પગલા કરવા છે,
રોકવું નથી આ દિલને ધબકતું તમારા માટે,
અમારે તો ધબકારે ધબકારે તમને યાદ કરવા છે.

———————————————————————————–

બંધ છે હોઠ છતાં દિલમાં કોઈ વાત છે,
જુકેલા નયનોની જરૂર કોઈ ફરિયાદ છે,
ભૂલ્યા હશે તેઓ વીતેલા સમય ને,
પણ અમને તો એ સમયની એક એક પળ યાદ છે.

——————————————————————————–

સમય પણ અજીબ પરિક્ષા કરે છે,
એક ને દર્દ આપી બીજાની રક્ષા કરે છે,
પણ મારા હૃદયની “જીદ” તો જુવો,
જીન્દગી માં જે નથી મળવાનું તેનીજ પ્રતિક્ષા કરે છે.

——————————————————————————–

Advertisements