આજે ૫ સપ્ટેમ્બર,આ દિવસ આપણા બીજા રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાક્રિશ્નનનો જન્મ-દિવસ હોવાથી “શિક્ષક દિવસ” તરીકે ઉજવાય છે. આ દિવસે ઘણી શાળાઓમાં સીનીયર વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બનીને પોતાના શિક્ષકને માન આપે છે.
 
આમ તો આ દિવસ માત્ર શિક્ષક તરીકે ફરજ બજાવતા લોકોની માટે જ ઉજવાય છે પણ હું અહી થોડી છૂટ લઈને એવા દરેક માણસ જેમની પાસેથી મને કંઈપણ શિક્ષા/જ્ઞાન મળી/મળ્યું છે તેવા દરેક શિક્ષક (પછી તે મારાથી મોટા હોય કે નાના)ને આ શિક્ષક દિવસના નિમિતે મારી યાદ અને પ્રણામ પાઠવું છું.
Advertisements