દરેક ધર્મ માટે આ શબ્દ “ઉપવાસ”ની વ્યાખ્યા અલગ અલગ છે

મુસલમાન: ઉપવાસ(રોજા) મતલબ તમે આખો દિવસ (સૂર્યોદય થી સુર્યાસ્ત સુધી) કશું પણ ગળાની નીચે ઉતારી ના શકો પણ રાત પડ્યા પછી ખાઈ શકો.

હિંદુ: ઉપવાસ મતલબ તમે આખા દિવસમાં (રાતના ૧૨ થી બીજા દિવસના રાતના ૧૨) એકવાર ભોજન કરી શકો, પણ અહી ફળો આખા દિવસ દરમિયાન વાપરી શકાય અને ફરારી વસ્તુઓ પણ મળે જે વાપરી શકાય.

જૈન: ઉપવાસ મતલબ તમે આખો દિવસ (સૂર્યોદય થી સુર્યાસ્ત સુધી) માત્ર પાણી જ વાપરી શકો. જમવાની વારી તો બીજે દિવસ સૂર્યોદય પછી જ આવી શકે.

આ વ્યાખ્યા અહી એટલા માટે આપી છે કે દરેક માણસ સમજી શકે કે જયારે કોઈ તપની વાત આવે તો તેનો મતલબ કેવો થાય.

દા.ત. જો કોઈ મુસલમાન માણસે ૩૦ દિવસના રોજા રાખ્યા હોય તો તે માણસ માત્ર રાતે જમતો હશે. પણ જો કોઈ જૈન માણસે માક્ષ-ક્ષમન (સળંગ ૩૦ દિવસ ઉપવાસ) કર્યું હોય તો તે માણસે ૩૦ દિવસ સુધી અન્નનો એક દાનો પણ લીધો નહિ હોય.

Advertisements