ના ફરવા માટે કાર જોઈએ છે,
ના ગળા માટે હાર જોઈએ છે,
મહાવીર ભગવાને એક મહત્વની વાત કરી છે કે
જીવન વિકાસ માટે પવિત્ર વિચાર જોઈએ છે.
  
—————————————–
 
પૈસાની રેસમાં પાપ ધોવા મળે કે ના મળે
ફરીથી આ જીવનમાં પુણ્ય કમાવાનું મળે કે ના મળે
કરી લો ધર્મ દિલથી.. આવતા જન્મમાં જૈન ધર્મ મળે કે ના મળે

  

—————————————–
 
“શત્રુંજય” ગીરીરાજના ૩૫૦૦ પગથીયા ચડીને “દાદા”ને ભેટવું સહેલું છે
પણ “શત્રુ”ના ઘરના ૩ પગથીયા ચડીને ભેટવું અઘરું છે.
ક્ષમાપનાનું પર્વ છે.. જે ખમાવે તે આરાધક અને જે વેર રાખે તે વિરાધક…
મિચ્છામી દુક્કડમ…
 
—————————————–
 
માનવ દેહ મળ્યો.. અતિ ઉત્તમ
આ જૈન ધર્મ મળ્યો… સર્વોત્તમ
પર્યુષણ પર્વમાં તમને મારા તરફથી મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ
—————————————–  

Advertisements