(નોંધ: આ કવિતા જુદા જુદા શહેર માટે લખાઈ છે પણ અહી હું વડોદરા માટે થોડી લાઈનો ઉમેરીને મુકું છું)

ક્યાં મળે ફ્રેન્ડસમા આટલો પ્યાર,
કઇંક થાય ને મળવા આવે દોસ્ત હજાર,
ક્યાં એવી રીક્ષા અને ક્યાં એવા રસ્તા,
ત્યાની રેસ્ટોરન્ટ મોઘીં ને ત્યાના પાન સસ્તા,
વડોદરામા જાત જાત ના લોકો વસતા,
ફ્રેન્ડસ જોડે ટાઇમ નીકળે હસતા હસતા.
ક્યાં એવો વરસાદ, ક્યાં એવી ગરમી,
ક્યાં મળે કોઇને દુકાન આટલી સસ્તી,
ક્યાં મળે દુકાનદારોની આવી ઘરાકભક્તી,
ક્યાં મળે કોઇને જીવનમા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપડી વડોદરાની વસ્તી..
ક્યાં એવી ઉત્તરાયણ, ક્યા એવી હોળી,
તહેવારો મા ભેગી થાય આખી ફ્રેન્ડસની ટોળી,
ક્યાં એવી નવરત્રિ, ક્યાં એવી દિવાળી,
ક્યાં એવા ડાન્ડીયા, ક્યાં એવા ધમાકા.

(અહિયાં સુધી ગુજરાતના દરેક શહેર માટે લાગુ પડે છે પણ નીચેના વાક્યો માત્ર વડોદરા માટે :))

ક્યા મળે ફતેહગંજ  રોડની રંગીલી સાંજ,
ક્યા મળે કમાટી બાગની ચટાકેદાર રાત,
ક્યા મળે એ ક્લબોની મજા, ક્યા મળે એ મોડી રાતોની રજા,
ક્યાં મળે મહાકાલી જેવું સેવ-ઉસળ, ક્યાં મળે મોહનલાલ જેવી સમોસા,
ક્યાં મળે જગદીશ જેવી ભાખરવડી, ક્યાં મળે પ્યારેલાલ જેવી કચોરી,
ક્યાં મળે ભાઈ-ભાઈ જેવી દાબેલી, ક્યાં મળે સમ્રાટ જેવો આઈસ-ક્રીમ,
ક્યા મળે હોનેસ્ટ જેવુ પાવ-ભાજી, ક્યા મળે પારસ  જેવુ પાન,
ક્યા મળે ફ્રિજલેન્ડ જેવી કોફી, ક્યા મળે ટેન જેવી નાન.
વડોદરાનો રંગ નીરાળો, વડોદરાનો ઢંગ નીરાળો.
હોય એમાં ભલે કોઈ ખરાબી, તો પણ ગર્વથી કહો હું છું “વડોદરાવાસી”

પ્રેરણા: વડોદરાવાસી

Advertisements