કેટલી વીસે સો થાય તેની ખબર પડવી (કોમન વેલ્થનું આયોજન કરનારાને પૂછો… 😉 )

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય (ભારતનો પાકિસ્તાન માટેનો પ્રેમ કદાચ આ કહેવતને લીધે છે)

દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે (મુંબઈ ઇન્ડિયનની હાલત ચેમ્પિયનસ લીગમાં)

હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો (મુંબઈ ઇન્ડિયનની હાલત ચેમ્પિયનસ લીગમાં)

દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીએ (શાહરૂખખાન “ડોન” પિક્ચર પછી)

મોરના ઈંડાને ચીતરવા ન પડે  (અંબાણી બંધુઓની વાત થતી લાગે છે 🙂 )

એરણની ચોરીને સોયનું દાન (આ કહેવત મોટાભાગના મહાનુભાવોને લાગુ પડે છે)

ગાંડાના ગામ ન વસે (આવા જ હોય બે-ચાર)

ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો (ભારત દેશ માટે આ કહેવત એકદમ બંધ બેસે છે.. નહિ? )

વિરુદ્ધાર્થી કહેવતો:

ઝાઝા હાથ રળિયામણા પરંતુ ઝાઝા રસોઈયા રસોઈ બગાડે

બોલે તેના બોર વેંચાય પરંતુ ના બોલવામાં નવ ગુણ

Advertisements