ઝાકળના બિંદુથી બનાવેલા સરોવરમા મારે નહાવું છે.
સપનાંની બનાવેલી દુનિયામાં મારે જીવવું છેં.

પ્રેમના લેબલ લગાવીને, વાસના સંતોષાય છે ચારેકોર,
તો પણ મારે તો રાધા-કૃષ્ણ જેવાં પ્યાર માટે જીવવું છે.

હયાતી મારે જ મારી નથી જોતી હવે તો,
આ જિંદગી નામના નરકમાથી મારે બચવુ છેં.

મિત્રતા તો મરી પરવારી છે જાણે અહીંયાં તો,
તો પણ કૃષ્ણ-સુદામા જેવા અનુભવો મારે જીવવા છેં.

રક્ષાબંધનનો ત્યોહાર જાણે નામનો રહી ગયો છેં,
તો પણ સુભદ્રા બનીને કૃષ્ણને ભાઈ બનાવવો છે.

દુનિયાથી હું અલગ છૂ થોડી, મને પણ ખબર છેં.
તોય કળીયુગમાં સતયુગના સપના મારે જોવા છે.

ઈન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કરતા ખબર પડી કે આ રચનાના રચયિતા નીતા કોટેચા છે. (ભૂલ-ચૂક લેવી દેવી)

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ

Advertisements