જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઇ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેંસ
દેખાડતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો!

સામે કોણ છે એ જોઇને
સંબંધ રિસિવ કરતો થઇ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વિચ ઓફ કરતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો!

આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઇ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો!

પડોશીનું ઉંચુ મોડેલ જોઇ
જુઓને જીવ બાળતો થઇ ગયો
સાલું, થોડી રાહ જોઇ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો!

હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઇ ગયો
આજે હચ તો કાલે રિલાયંસ એમ
ફાયદો જોઇ મિત્રો પણ બદલતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો!

ઇનકમિંગ-આઉટગોઇંગ ફ્રીનાં ચકકરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઇ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઇ ગયો
આ માણસ જાણે મોબાઇલ થઇ ગયો!

ઈન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કરતા ખબર પડી કે આ રચનાના રચયિતા “વિનાયક” – અશ્વિન ચૌધરી છે. (ભૂલ-ચૂક લેવી દેવી)

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ

Advertisements