પરિચય વિષે એક સરસ રચના હમણાં વાંચવા મળી જે એકદમ સત્ય છે તેથી અહિયાં પ્રસિદ્ધ કરું છું.

મોંઘો પરિચય મળવો મુશ્કેલ
નેટની આ દુનિયામાં
સાચો પરિચય ખોળવો મુશ્કેલ

વિશ્વાસ વગર મળવો એ મુશ્કેલ
હળવાશ વગરની આ દુનિયામાં
કયાંથી મળશે સાચો પરિચય

નિખાલસતા વગર પરિચય ક્યાંથી
પરિચય વગર મૈત્રી ક્યાંથી
મૈત્રી વગર આત્મીયતા ક્યાંથી

પરિચય વગર ન રહે આ જીવન ‘જીવન’
મારામાં જ હું શોધું છું મને
મળ્યાં પછી હું આપું સાચો પરિચય

(ઈન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કરતા ખબર પડી કે) આ રચનાના રચયિતા જય ભટ્ટ છે.

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ