નથી મનાવી શકતો હું મનને મારા,
ઘણું જ ચંચળ છે મારું મન.

ડૂબેલુ રહે છે બસ વિચારોમાં,
ખોવાઇ જાય છે સપનામાં મારું મન.

સ્થિર નથી થતું કદી પણ એ,
સદા ભાગતું રહે છે મારું મન.

ઘડીમાં હા અને ઘડીમાં ના,
અચાનક બદલાઈ જાય છે મારું મન.

ક્યારેક ભાંગી પડે છે વિષાદમાં,
ક્યારેક હસે છે ખુશીથી મારું મન.

ક્યારેક બની જાય છે ઘણું કઠોર,
ક્યારેક બને છે કોમળ મારું મન.

પ્રેમના તાંતણે, સ્નેહના સથવારે,
મનથી મળી ગયું છે મારું મન…

લેખક: અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિનંતી)

ઈન્ટરનેટ પર થોડા ખાંખાખોળા કરતા ખબર પડી કે આ રચના ભદ્રેશભાઈના બ્લોગમાં ૨૦૦૯માં પ્રસિદ્ધ થઈ હતી પણ એના રચયિતા વિષે કોઈ માહિતી નથી.

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ

Advertisements