(કદાચ તમે આ રચના પહેલા વાંચી હશે, પણ હું મારા બ્લોગ દ્વારા મારા મિત્રો જેમને કદાચ આ રચના નથી વાંચી એમના સુધી પહોચાડવા માંગતો હોવાથી અહી ઉમેરું છું)

વસ્ત્રો થઇ ગયાં ટૂંકા, લાજ ક્યાંથી હોય?
અનાજ થઇ ગયાં હાઇબ્રીડ, સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયાં ખુરશીના, દેશદાઝ ક્યાંથી હોય ?
ફુલો થયાં પ્લાસ્ટીક્ના, સુગંધ ક્યાંથી હોય ?

ચહેરા થયાં મેક-અપના, રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયાં ટ્યુશનીયા, વિદ્યા ક્યાંથી હોય ?
ભોજન થયાં ડાલડાના, તાકાત ક્યાંથી હોય ?
માણસ થઇ ગયો પૈસાનો, દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના, ભગવાન ક્યાંથી હોય ?

લેખક: અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિનંતી)

Advertisements