ગઈકાલે ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે વિશ્વ હૃદય દિવસ ઉજવાયો તો ચાલો તેના વિષે થોડું જાણીએ.

વિશ્વ હૃદય દિવસ ૧૯૯૯થી દરેક વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે ઉજવાય છે. વર્લ્ડ હાર્ટ ડેનું સતત સ્લોગન છે “A Heart for Life”, પરંતુ દરેક વર્ષે આ દિવસ કોઈ સ્પેશિયલ થીમ ઉપર આધારિત હોય છે, આ વર્ષે તેમની થીમ હતી “Workplace Wellness“.

આ દિવસનું આયોજન વિશ્વ હૃદય સંસ્થા (World Heart Federation) અને તેના મેમ્બરો દ્વારા કરવામાં આવે છે અને તેના સ્પોન્સરોમાં WHO, UNESCO જેવી સંસ્થાઓ છે. આ વિશ્વ હૃદય સંસ્થાનું સૌથી મહત્વનું આયોજન છે, જેનો હેતુ હૃદયને લગતી બીમારીઓ (તથા તેના કારણો) અને તેનાથી બચવાના ઉપાયો વિષે જનતામાં જાગૃતિ ફેલાવાનો છે.

વધારે માહિતી માટે: વિશ્વ હૃદય દિવસ

Advertisements