જીન્દગી બહુ ટુકી છે કોઈ પણ રીતે એન્જોય કરતા શીખો
દરેકના નસીબમાં રડવાનું તો લખ્યું જ છે
પરંતુ નસીબ શું ચીજ છે? તેને પણ બદલાતા શીખો.

—————————————————————————-

કોઈને સમજાવતા પહેલા કોઈને સમજી તો જુવો,
ભૂલવાનું કહેતા પહેલા કોઈને ભૂલી તો જુવો,
સલાહ તો કોઈ પણ આપી શકે,
સલાહ આપતા પહેલા કોઈની મજબૂરી અનુભવી તો જુવો.

—————————————————————————-

દુખમાં  પણ  સુખનો  એહસાસ  કરી જોજો,
ફૂલો ની જેમ મસ્તક નીચા કરી જોજો,
મટી જશે જીવનની બધી જ ફરિયાદ
બસ એકવાર કોઈને સાચો પ્રેમ કરી જોજો.

————————————————————————-

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

—————————————————————————-

વગર વાંકે અમે કોઈને મારતા નથી,
અમને ખબર છે કે દાંત વગર તમે ચાવતા નથી,
આતો તમારા એસએમએસ હમણાં આવતા નથી એટલે
બાકી અમે કોઈને આમ ધમકાવતા નથી.

—————————————————————————-

Advertisements