એક છોકરો કમાતો થઈ ગયો,

કીટલીની ચા પીતો પીતો હવે કોફી પીતો થઈ ગયો,

જીન્સ ટી-શર્ટમાં ફરતો હતો, આજે ફોર્મલ પહેરતો થઈ ગયો,

કાલે છોકરી પાછળ ભાગતો હતો, આજે કંપની પાછળ ભાગતો થઈ ગયો,

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી નાસ્તો કરતો, આજે ઠંડુ વાસી ટીફીન ખાતો થઈ ગયો,

‘પલ્સર’ ને ‘કરીઝ્માં’ ફેરવતો છોકરો, બિચારો ટ્રેઈન બસમાં અપ-ડાઉન કરતો થઈ ગયો,

તો પણ લોકો ગર્વથી કહે છે… વાહ તમારો છોકરો તો હવે કમાતો થઈ ગયો.

સ્ત્રોત: એસએમએસ

Advertisements