મારા વિશે ખરેખર તો હું પણ કઇ ખાસ નથી જાણતો…

અને એટલે જ અહી, તમને કઇ ખાસ નથી જણાવતો…!

મિત્રો મળ્યા તા ઘણા, અને મિત્રતા પણ ઘણી ગાઢ હતી..

પણ આજે નથી કઇ કેમ, તે વિશે કઇ ખાસ નથી જાણતો…

ચાહયા હતા જેમને મે મારી જાત થી વધુ, તે બધા

આજેકોને ચાહી રહયા છે, તે વિશે કઇ ખાસ નથી જાણતો…

એટલે જ તો સંબંધોના રણમાં એકલો ભટકે છે “રાજીવ”

કારણ કે તે,સંબંધો નિભાવવા વિશે કઈ ખાસ નથી જાણતો…

સ્ત્રોત : http://vortexofwords.com/shabd/?p=43

Advertisements