તને મારી જેમ ચાહનાર નહીં મળે,
તનના ભૂખ્યા મળશે પણ મનમાં રહેનાર નહીં મળે,

ખુશીના દિવસે સૌ કોઈ હશે તારી સાથે,
મારી જેમ તારા આંસુઓને પોંછનાર નહીં મળે,

કોઈક દિવસ એકાંતમાં પૂછજે તું તારા હૈયાને,
તારા દુખે દુખી થઈ મારી જેમ રડનાર નહીં મળે,

બીજા બધાના પ્રેમમાં ભૂલી ગઈ છું તું મને……
પણ તને છેલ્લા શ્વાસ સુધી યાદ રાખનાર નહીં મળે,

શોળે શણગાર સજીને ખુશ રહેજે તું તારા જીવનમાં,
પણ તારાએ દુપટ્ટાને ખુશીથી કફન માનીને ઓઢનાર બીજું કોઈ નહીં મળે…..

લેખક/રચયિતા : અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિનંતી)

Advertisements